Aadhaar Card New App Mobile Number Link Process: આજના સમયમાં આધાર કાર્ડ સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંનું એક છે. બેંક ખાતું ખોલવું હોય, સબસિડી મેળવવી હોય કે કોઈપણ સરકારી કામ કરવું હોય – આધાર કાર્ડ જરૂરી છે. ખાસ કરીને મોબાઈલ નંબર આધાર સાથે લિંક કરવો ફરજિયાત છે. કારણ કે કોઈપણ આધાર સંબંધિત કામ માટે OTP મોબાઈલ પર જ આવે છે.
હાલ મોબાઈલ નંબર કેવી રીતે અપડેટ થાય છે ?
હાલની વ્યવસ્થા પ્રમાણે જો તમારે આધાર સાથે નવો મોબાઈલ નંબર જોડાવવો હોય તો નજીકના પબ્લિક સર્વિસ સેન્ટર (CSC) જવું પડે છે. ત્યાં તમને ફોર્મ ભરવું પડે છે અને બાયોમેટ્રિક વેરિફિકેશન થાય છે. બધી વિગતો સાચી નીકળે તો તમારો નવો નંબર આધાર સાથે લિંક થઈ જાય છે. આ પ્રક્રિયાને થોડા દિવસો લાગી શકે છે.
નવી આધાર એપ વિશે શું ખબર છે ?
UIDAI હાલ m-Aadhaar એપ ચલાવે છે. આ એપ દ્વારા ઘણા કામો શક્ય છે, પરંતુ મોબાઈલ નંબર બદલવો શક્ય નથી. હવે રિપોર્ટ્સ મુજબ UIDAI ટૂંક સમયમાં એક નવી Aadhaar App લોન્ચ કરવા જઈ રહ્યું છે. ટેસ્ટિંગ પૂર્ણ થઈ ગયું છે અને ડિસેમ્બર સુધી એપ લોન્ચ થવાની આશા છે.
શું નવી એપથી મોબાઈલ નંબર લિંક કરી શકાશે ?
લોકોમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું હવે ઘર બેઠા મોબાઈલ નંબર આધાર સાથે લિંક કરી શકાશે? UIDAI તરફથી હજુ સત્તાવાર જાહેરાત નથી થઈ. પરંતુ મોબાઈલ નંબર બદલવું એક સુરક્ષિત પ્રક્રિયા હોવાથી શક્ય છે કે હજુ પણ સેન્ટર પર જઈને જ આ પ્રક્રિયા કરવી પડે.